/
ભારતમાં કુદરતી તેલ મર્યાદિત પ્રમાણમાં મળે છે, ક્રૂડ વિદેશથી આયાત કરવું પડે: નીતિન પટેલ

અમદાવાદ-

છેલ્લા કેટલાય સમયથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇ રાજ્યના ડે. CM નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, બેરલની કિંમત 60 ડોલરથી વધી છે માટે પેટ્રોલના ભાવ વધ્યા છે. ભારતમાં કુદરતી તેલ મર્યાદિત પ્રમાણમાં મળે છે, 85 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરવું પડે

પેટ્રોલ ભાવ વધારા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ આ નિવેદન જનતા ને નિરાશ કરનારું છે.વધુમાં તેમને જણાવ્યું હતું કે, પેટ્રોલ ડીઝલના ભાવમાં હાલ ઘટાડાની શક્યતા નથી અને ગુજરાતમાં સૌથી ઓછો વેટ દર છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી ઓછો ટેક્સ ગુજરાતમાં છે. ગુજરાતમાં ભાવ પણ ઓછો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બેરલની કિંમત પણ વધી છે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું કે, બજેટમાં કૃષિ સેસ નાંખ્યો છે, એક્સાઈઝ ઘટાડી છે. કોરોના મહામારીમાં સરકારની આવક ઘટી છે. 30હજાર મેગાવોટ કરતા વધુ સોલાર પાવર ઉત્પાદન કરી રહ્યા છીએ. જેથી ઓઇલ પર ચાલતા પ્લાન્ટ સૌર ઉર્જાથી ચાલશે. આનાથી ક્રૂડનો વપરાશ ઘટે અને ડોલર બચાવવાનો પ્લાન અમલી મુકાશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution