દિલ્લી,

સરકાર ઝડપથી ઇલેકટ્રીક વાહન તરફ આગળ વધી રહી છે, છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના બે તબક્કાની ફાસ્ટર એડોપ્શન અને મેન્યુફેક્ચરિંગ (એફએમએએમ) નીતિની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી પાંચ વર્ષમાં ભારત ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કેન્દ્ર બનશે. તેમણે કહ્યું, સરકાર આ ક્ષેત્રમાં શક્ય તેટલી સારી છૂટછાટોમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહી છે, અને ઇલેક્ટ્રિક વાહનો પરનો જીએસટી ઘટાડીને 12 ટકા કર્યો છે.ઇલેક્ટ્રિક વાહનો પરના વેબિનારને સંબોધતા પ્રધાને કહ્યું, "હું ઇવી ક્ષેત્રની સમસ્યાઓથી વાકેફ છું, પણ મને ખાતરી છે કે વેચાણની માત્રામાં વધારો થતાં વસ્તુઓ બદલાશે." તેમણે કહ્યું હતું કે વિશ્વને હવે ચીન સાથે વ્યવસાય કરવામાં રસ નથી, જે ભારતીય ઉદ્યોગ માટેના વ્યવસાયમાં પરિવર્તન લાવવાની ખૂબ જ સારી તક છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ડીઝલ અને પેટ્રોલ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોવાથી વિશ્વને ડ્રાઇવિંગના વૈકલ્પિક અને સસ્તા સ્રોત શોધવાની જરુર છે.સરકારના મતે વીજળી અને બાયો ફ્યુઅલને અપનાવવાની આ સારી તક છે. આગામી દિલ્હી-મુંબઇ ગ્રીન કોરિડોર પર ઇલેક્ટ્રિક હાઈવે વિકસાવવાના પાયલોટ પ્રોજેક્ટ પર પણ કામ ચાલી રહ્યું છે. આવતા કેટલાક મહિનાઓમાં ઘણા નવા ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર્સ અને ટુ-વ્હીલર્સ બજારમાં ઉતારવાના છે અને આનાથી આગામી વર્ષમાં ભારતને ઇલેક્ટ્રિક વાહન નિર્માણનું કેન્દ્ર બનાવવાની સરકારની મહત્વાકાંક્ષી યોજનાને વેગ મળશે.