2 વર્ષ બાદ ભારતનુ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચ બ્રિટેન-અમેરીકા જેવુ હશે: નિતીન ગડકરી
24, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

ઘણાં રણનીતિક સુરંગ અને પુલોથી લઇને 22 ગ્રીન એક્સપ્રેસ વેના નિર્માણમાં લાગેલું ભારત આવનારા 2 વર્ષોમાં આ ક્ષેત્રમાં અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોની કતારમાં આવી જશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં આ વાત કહી છે. તેમણે કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલામાં એકીકૃત રણનીતિ પર ભાર આપવામાં આવી રહ્યું છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ કહ્યું કે, દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઇ પર લઈ જવા માટે પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટિકોણને અનુરૂપ એકીકૃત રીતે કામ કરવામાં આવી રહ્યું છે. નવા હાઈવેનું નિર્માણ કરતા સમયે જ ઓપ્ટિકલ ફાઈબર, ટ્રાન્સમિશન લાઇન અને ગેસ પાઈપલાઇનોને નાખવાની રણનીતિ છે. તેમણે કહ્યું કે, વીજળી મંત્રાલય ટ્રાંસમિશન લાઇન માટે યોજના બનાવશે અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય ઓપ્ટિકલ ફાઈબર માટે પોતાની મંજૂરી આપશે. તે જ રીતે, જે મોટા રસ્તાઓ બની રહ્યા છે ત્યાં ગેસ પાઈપલાઇનો નાખવામાં આવી શકે છે. પ્રસ્તાવિત ૨૨ ગ્રીન એક્સપ્રેસ વેની સાથે આ પ્રકારની તૈયારી છે. જેમાંથી એક લાખ કરોડ રૂપિયાના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સહિત સાત પર કામ શરૂ થઇ ગયું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution