ન્યૂ દિલ્હી

કોરોના વાયરસ રોગચાળાને કારણે ભલે વિશ્વની અર્થવ્યવસ્થા ઉપર અને નીચે જઇ રહી હોય પરંતુ આ વૈશ્વિક રોગચાળો હોવા છતાં ભારત અને નાણાકીય સંપત્તિ વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ ની વચ્ચે વાર્ષિક ૧૧% ના દરે વૃદ્ધિ પામી છે. આને કારણે ૨૦૨૦ માં ભારતીય અર્થવ્યવસ્થા ૩.૪ ટ્રિલિયન ડોલર થઈ ગઈ. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (બીસીજી) ના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

બીસીજીના અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૨૧ થી ભારતની સંપત્તિ વાર્ષિક ધોરણે ૧૦% વૃદ્ધિ થવાની અપેક્ષા છે, જે વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ૫.૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે. આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે આર્થિક સંકટ હોવા છતાં ભારતની સંપત્તિ અને સમૃધ્ધિ આગામી ૫ વર્ષ સુધી ઝડપથી વધશે.

બીસીજીએ તેના અહેવાલમાં ગ્લોબલ વેલ્થ ૨૦૨૧ માં કહ્યું ભારત વિશ્વમાં સંપત્તિ વૃદ્ધિમાં સૌથી ઝડપી ટકાવારી વૃદ્ધિ કરશે. બીસીજીએ આ અહેવાલમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૦ માં ભારત પાસે આ ક્ષેત્રની કુલ સંપત્તિનો ૬.૫% હિસ્સો હતો, જ્યારે સ્થાવર મિલકત સંપત્તિ ૧૩.૭% હતી, જે ૨૦૧૫ થી ૨૦૨૦ ની વચ્ચે વાર્ષિક ૧૨% વધીને ૧૨.૪ ટ્રિલિયન ડોલર થઈ છે.

અહેવાલમાં જણાવાયું છે કે દેશનું ઋણ વાર્ષિક ૧૩.૩% વધીને ૦.૯ ટ્રિલિયન ડોલર થઈ છે અને ૨૦૨૫ સુધીમાં તે વાર્ષિક ૯.૪% વધીને ૧.૩ ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે. આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે બોન્ડ્‌સના વ્યાજ દરમાં સૌથી ઝડપથી વૃદ્ધિ થશે અને તેનો વિકાસ દર ૧૫.૧% રહેશે. જ્યારે ભવિષ્યમાં જીવન વીમો બીજો અને પેન્શન ત્રીજો સૌથી મોટો સંપત્તિ વર્ગ હશે.

બીસીજીના અહેવાલ મુજબ ઉત્તર અમેરિકા, એશિયા (જાપાન સિવાય) અને પશ્ચિમ યુરોપના દેશો વૈશ્વિક સ્તરે સંપત્તિ ઉત્પન્ન કરવામાં મોખરે હશે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હવેથી વર્ષ ૨૦૨૫ સુધી નવી સંપત્તિ પેદા કરવામાં આવશે તેમાંથી ૮૭% ભારત સહિત આ દેશોની હશે.