23, ડિસેમ્બર 2021
વડોદરા, તા.૨૨
શહેરની પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ ત્રણ પક્ષીઓનું રેસ્કયું કરીને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પંતગના દોરાના કારણે પક્ષીઓના જીવ જવાની અને ધાયલ થવાનો ધટનાક્રમ શરુ થતો જાેવા મળી રહ્યો છે.શહેરના ફતેગંજ વિસ્તારમાં પીળી ચાંચ ધરાવતું ઢોંક પક્ષી દોરાથી ઈજા પહોચેલી હાલતમાં મળી આવ્યું હતું. જ્યારે વિઠ્ઠલનગર વિસ્તારમાં કૂતરાએ બચકાં ભરેલી હાલતમાં ધાયલ મોર મળી આવતા તેનું રેેસ્કયું કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. હરણી – સાવલી વિસ્તારમાં આવેલ મેટ્રો હોસ્પીટલ એન્ડ રીસર્ચ ઈન્સટીટ્યુટના આઈ.સી.યુ. વિભાગ ખાતે પણ એક ઈજાગ્રસ્ત ધુવડ આવી ચડતા હોસ્પીટલ દ્વારા પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાનો સંપર્ક કરતા ઘુવડનું રેસ્કયુ કરીને વન વિભાગને સોંપવામાં આવી હતી.