આંગણવાડીની ભરતીપ્રક્રિયામાં દિવ્યાંગ મહિલાને થયેલો અન્યાય
24, માર્ચ 2021

વલસાડ, ધરમપુર તાલુકા ના મરઘમાળ ગામ ની આંગણવાડી માં ખાલી જગ્યા હોવાની જાહેરાત પડતા ગામ ના એક હાથ માં દિવ્યાંગ ના લક્ષણ વાળી મહિલા છાયાબેન જીવણ ભાઈ પટેલે અરજી કરી હતી જે બાબતે મેરીટ લિસ્ટ માં તેમનો પ્રથમ ક્રમ આવ્યો હતો પરંતુ , ધરમપુર ઘટક -૧ ના સીડીપીઓ એ છાયા બેન દિવ્યાંગ હોવાનો હવાલો આપી તેવો આંગણવાળી કાર્યકર તરીકે સક્ષમ ન હોવાનું જણાવી આ હોદ્દા પર તેમને ગેરલાયક ઠેરવ્યો હતો મેરીટ માં પ્રથમ આવ્યા દિવ્યાંગ હોવાને કારણે તંત્રે તેમની સાથે મજાક કર્યું છે છાયા બેન એમ.એ / બી.એડ સુધીનો અભ્યાસ કરેલ હોવા છતાં જ્યારે તેમને આજીવિકા મળી ન શકે તો તેમનો આટલી મહેનત કરી અભ્યાસ કર્યાનો શો અર્થ ? વહિવટી તંત્ર દ્વારા એક દિગ્યાંગ મહિલા ની આજીવિકા છીનવી લેતા તેને ન્યાય અપાવવા. માટે મરઘમાળ ગામ ના આગેવાનો અને નાની ઢોલડુંગરી બેઠક ની તાલુકા પંચાયત માં વિજઈ થયેલ અપક્ષ ઉમેદવાર કલ્પેશભાઇ અમ્રતભાઇ પટેલ મેંદાન માં ઉતર્યા છે પોતાના લેેટરપેડ પર મહામહિમ રાજયપાલ ને ધરમપુર ટીડીઓ ના મારફતે આવેદન પત્ર આપી ન્યાય ની માંંગ કરી હતી.અને જાે છાયાબેેેન ને ન્યાય નહિ મળે તો તાલુકા સભ્ય કલ્પેશ ભાઈ

 તમામ સામાન્ય સભામાં જમીન ઉપર બેસી ઉપરોકત બાબતનો વિરોધ કરવાની ચીમકી પણ આપી હતી પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ છાયાબેન ને ન્યાય આપ્યા ન હતા જેને કારણે આજે સવારે ૧૧ વાગ્યે ધરમપુર વાવ પાસે બિરસામુંડા સર્કલ પાસે ધરણા પર બેસવાના ઇરાદે મોટી સંખ્યા માં આદિવાસી ભાઈઓ અને બહેનો એકત્ર થયા હતા. ધરણા બાબતે પોલીસ ને ખબર પડતાં આદિવાસીઓ ને ન્યાય અપાવવા માટે સદા આગળ રહેતા ઉગતા સૂરજ સમાન અપક્ષ સભ્ય કલ્પેશ ભાઈ પટેલ અને મોટી ઢોલડુંગરી ના સરપંચ નવીનભાઈ પાવર ને તેમના ઘર થી જ ડિટેન કર્યા હતા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution