ગુજરાતમાં નકસલી પ્રવૃત્તિઓને લઈ તપાસનો ધમધમાટ શરૂ
26, ડિસેમ્બર 2020

દાહોદ-

દાહોદમાં નકસલી પ્રવૃતિઓને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેના કારણે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાહોદમાં ધામા નાખ્યા છે. ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાંચે બિલોસા બબીતા કશ્યપની ધરપકડ કરી લીધી છે, જેને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઝારખંડથી ૨૫મી જુલાઈએ ગુજરાત એટીએસએ બિલોસા બબીતા કશ્યપની ધરપકડ કરી હતી. બિલોસા બબિતા કશ્યપ સિવાય તેના બે સાથીઓની પણ ધરપકડ કરી હતી.

ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને દાહોદમાં ૩ મહિના સુધી નકસલી પ્રવૃતિઓમાં સંડોવાયેલી બબીતા રોકાઈ હોવાની શક્યતા દર્શાવી છે, જેના કારણે ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દાહોદમાં પહોંચી છે અને બબીતા કશ્યપના તાર કોની સાથે હતા, તે અહીં કોના સંપર્કમાં આવી, શું કરવાની હતી તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તમને જણાવી દઈએ કે, બિલોસા બબિતા કશ્યપ આદિવાસીઓ માટે લડત ચલાવે છે. તેને આદિવાસી કાયદા રદ્દ કરવા સામે એસસીમાં અરજી પણ કરી હતી.

નકસલી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી બિલોસા બબિતા કશ્યપ અગાઉ દાહોદમાં ૩ મહિના રોકાઈ હોવાનો ખુલાસો થયો છે. જેને લઈને દાહોદમાં બિલોસા બબિતા કશ્યપને લઇ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બિલોસા બબિતા કશ્યપ કોના કોના સંપર્કમાં હતી, દાહોદમાં બિલોસા બબિતા કશ્યપના પ્લાનિંગને લઇ તપાસ શરૂ થઈ છે. ગુજરાત એટીએસએ બિલોસા બબિતા કશ્યપની ૨૫-૦૭-૨૦૨૦ ના રોજ ઝારખંડથી ધરકપકડ કરીને ગુજરાતમાં લવાઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution