દાહોદમાં મહિલાની ફરિયાદ નોંધવાને બદલે પોલીસે તેનાં પતિને માર માર્યો
19, ડિસેમ્બર 2020

દેવગઢબારિયા, દાહોદ શહેરના ચાકલીયા રોડ ખાતેની સુખદેવ કાકા કોલોનીમા કાંકરા મારવાના મામલે થયેલ ઝઘડામાં એક મહિલાને ર્નિવસ્ત્ર કરી માર મારતા તે મહિલાએ ફરિયાદ કરવા દાહોદ શહેર પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યા ત્યારે પોલીસે મહિલાની ફરિયાદ સાંભળવાના બદલે મહિલાના પતિને ઢોર મારમારી લોકઅપમાં પૂરી દેતાં ન્યાય માટે મામલો જિલ્લા પોલીસ વડાના દરબારમાં પહોંચતા ચકચાર મચી જવા પામી છે. 

 દાહોદ શહેરમાં ચાકલીયા રોડ ખાતે આવેલા સુખદેવ કાકા કોલોનીમાં રહેતી જ્યોતિબેન રાહુલભાઈ લશ્કરી રાતના સમયે સાડા દસ વાગ્યાના સુમારે પોતાના ઘરે હતી. તે વખતે બહાર થી કોઈએ કાંકરા મારતા જ્યોતિબેન તે જાેવા માટે ઘરની બહાર નીકળી શોભનાબેન ભુરાભાઈ પીઠાયાને પૂછતા મામલો બિચક્યો હતો અને જ્યોતિબેનને કુલદીપ દીપકભાઈ નૈયાએ લાપટ ઝાપટ મારી હતી. તેમજ શોભનાબેન ભુરીયાભાઈ પીઠાયા, શીતલબેન, નિશાબેન, ભારતીબેન, ભુરીબેન વગેરેએ ભેગા મળી જ્યોતિબેનને માર મારી ર્નિવસ્ત્ર કરી નાખી હતી. પોલીસ સ્ટેશને અરજી લખાવ્યા બાદ પોલીસે જ્યોતિબેનને ત્યાં બેસાડી રાખી હતી. તે દરમિયાન પોલીસ જ્યોતિબેનના પતિ રાહુલભાઈને પકડી પોલીસ સ્ટેશનમાં લાવી હતી અને મારી લોકઅપમાં પુરી દીધો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution