સચિવાલયમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું અપમાન કરીને કાઢી મૂકાયાઃ કહ્યું- તમારે વહીવટ નથી કરવાનો
10, જુલાઈ 2022

ભાવનગર ભાવનગરની સરકારી મેડિકલ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય જેને લઈને વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવાના ર્નિણયને લઈ વિદ્યાર્થીઓનું આંદોલન આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં કોરોના દરમિયાન તેમણે કરેલા કાર્ય દરમિયાન સરકાર દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તે પરત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ જ્યારે તેમની માંગણી માટે સચિવાલય ગયા તો જવાબ આયો ‘અહીંથી જતા રહો આ વહીવટ તમારે નથી કરવાનો’. આજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેમની માંગણીઓને લઈને આજથી પાંચ દિવસની હડતાલ પર ઉતરી ગયા છે, જાે કે રાજ્યના શિક્ષણ મંત્રી ભાવનગરના અને દેશના આરોગ્ય મંત્રી પણ ભાવનગરના હોય ત્યારે આરોગ્યના વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ હતા આખરે હડતાલનો માર્ગ અપનાવો પડ્યો છે.

એક તરફ મેડિકલ કોલેજમાં શૈક્ષણિક સત્ર શરૂ છે. જ્યારે બીજી તરફ વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાના ર્નિણયથી સ્ટુડન્ટોના અભ્યાસ પર અસર પડી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી બંને ભાવનગર જિલ્લાના હોવા છતાં પણ મેડિકલ કોલેજના સ્ટુડન્ટોને સાથે અન્યાય થઈ રહ્યો છે. જેને લઈને આજથી મેડિકલ કોલેજના ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયા છે.

મેડિકલ કોલેજનું મૂળ બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાના કારણે તેને રીનોવેશન કરવા માટે વિદ્યાર્થીઓને રૂવાપરી રોડ પર આવેલી લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. જે જગ્યા પર સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તે જગ્યા પર  નિયમ મુજબ સવલતો નથી, જેના કારણે અભ્યાસ સાથે ડિગ્રી ઉપર પણ અસર પડી છે, સાથે જ તે જગ્યા શહેરથી દૂર હોય તેમને હોસ્પિટલ આવનજાવન માટે પણ મુશ્કેલી પડી શકે છે. જેથી મેડિકલના વિદ્યાર્થીઓ પોતાની માગને લઈ વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરવા છતાં પણ આજની સુધી કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી, અંતે આજથી મેડિકલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution