13, માર્ચ 2021
દાહોદ
દાહોદ આરટીઓ દ્વારા ટેક્ષ વગર બિન્દાસ દોડતી ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૧ જેટલી ગાડીઓ પકડી ચાર લાખ જેટલો રોડ ટેક્સ વસૂલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે દાહોદ જિલ્લામાં ઓવરલોડ ગાડીઓ નો ટેક્સ બચાવવા કેટલાક ભૂતિયા માર્ગોનો ભારે વાહન ના ચાલકો ઉપયોગ કરી ટેક્સ ચોરી કરતા હોવાનું દાહોદ આરટીઓ ને ધ્યાને આવતા ગત રોજ તારીખ ૧૧.૩.૨૦૨૧ ને ગુરૂવારના રોજ કમિશનરના આદેશ મુજબ તેમજ જિલ્લા આરટીઓ વીકે પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ અલગ-અલગ સ્થળે અલગ અલગ ટીમ દ્વારા ઓવરલોડિંગ માલનું પરિવહન કરતાં ગુડ્સ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આર.એમ પટેલ અને એન.એસ.પટેલ દ્વારા જેસાવાડા ગરબાડા રોડ કેવી હાડા અને ડીકે પ્રજાપતિ દ્વારા લીમખેડા રોડ કે એમ આયર દ્વારા ઝાલોદ ચાકલીયા રોડ તથા વીઆર લાલાણી આર બી ચાવડા તથા કુંદન હારા દ્વારા ધાનપુર દેવગઢ બારીયા રોડ ઉપર સઘન ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું જેમાં ૧૧ જેટલા વાહનો ડિટેઇન કરી તે વાહનો ઉપર અંદાજીત રૂપિયા ૪ લાખ જેટલો રોડ ટેક્સ વસૂલ કરવામાં આવ્યો હતો.