06, નવેમ્બર 2020
નડિયાદ : ખેડા અને આણંદ જિલ્લાના પોસ્ટ ઓફિસ બચત ખાતાધારકો માટે ભારત સરકારની સૂચના મુજબ હવે પોસ્ટ ઓફિસ બચત ખાતાઓ માટે રૂપિયા ૫૦૦ની ન્યૂનતમ સિલક જાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લઘુત્તમ રકમ જાળવવામાં નિષ્ફળ જશે એ ખાતાધારકના ખાતામાંથી રૂપિયા ૧૦૦ની વાર્ષિક ફીની કપાત થશે. ફી બાદ કર્યા પછી જાે ખાતું શૂન્ય થઈ જશે તો આવાં ખાતા આપમેળે બંધ થઈ જશે. અગવડતાં ન થાય તે માટે ૫૦૦ રૂપિયાથી ઓછી રકમ ધરાવતાં ખાતાના થાપણદારોને વિનંતી છે કે, તેઓ તારીખ ૧૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધીમાં તેમના ખાતામાં ન્યૂનતમ જમા રાશી રૂ.૫૦૦ કરવા માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરે. આવી સૂચના ખેડા ડિવિઝનના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.