લવજેહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવવા માટે રજૂઆત કરાઈ
29, ડિસેમ્બર 2020

વડોદરા, તા.૨૮ 

લવજેહાદ સંદર્ભે કડક કાયદો બનાવવાની માગ સાથે સરદાર પટેલ સેવાદળે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાત અને સમગ્ર ભારતમાં એક બદઈરાદાવાળી વિધારધારા કે જે લવજેહાદના નામે લોકો ઓળખતા થયા છે. આ વિચારધારા ધરાવતી વ્યક્તિઓ તેમના આકાઓના માર્ગદર્શન હેઠળ હિન્દુકૂળની દીકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. ત્યાર બાદ દીકરીઓને ભગાડીને લગ્ન કરી લે છે, પછી તેમના આકાઓના સૂચન પ્રમાણે તેમનો ખૂબ જ દુરુપયોગ કરવામાં આવે છે. લવજેહાદની જાળમાં ફસાતી દીકરીઓ ગરીબ, મધ્યમવર્ગમાંથી આવતી હોય છે. તેમની ઉંમરની નાજુક સમયમાં ભાવનાઓનો દુરુપયોગ કરી ફસાવવામાં આવે છે અને જીવન બરબાદ કરી દે છે. લવજેહાદ વિરુદ્ધ કડક કાયદો સરકાર બનાવે અને તેના ચુસ્ત નિયમોનું ગઠન કરી તેનું પાલન કરાવે તેવી માગ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution