અબુધાબી- 

આઈપીએલની 5 મી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને પૂર્વ વિજેતા કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે અબુધાબીમાં રમાવાની છે. રોહિત શર્માની ટીમ મુંબઇની સીઝનની શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દિનેશ કાર્તિકની આગેવાનીવાળી ટીમ કેકેઆર સીઝનમાં જીત સાથે પ્રારંભ કરવા માંગશે.

તમામની નજર કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિક પર રહેશે. જે લાંબા સમય પછી મેદાન પર પાછો ફરી રહ્યો છે. કેકેઆર તેમના અભિયાનની શરૂઆત 13 મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમથી કરશે અને કાર્તિક પણ સારી રીતે જાણે છે કે તેનાથી પ્રારંભિક સ્તરે તેના કેટલાક ખેલાડીઓની કસોટી કરવાની તક મળશે. કાર્તિક આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 3654 રનની સાથે 182 મેચ રમ્યો છે. 

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ચેન્નઈ સુપર કિંગ્સ સામેની સીઝનની પહેલી મેચમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. તેના ચાહકો અપેક્ષા રાખશે કે આ ઓપનર આ વખતે મોટી ઇનિંગ્સ રમશે. રોહિતે 189 આઈપીએલ મેચોમાં અત્યાર સુધીમાં કુલ 4910 રન બનાવ્યા છે જેમાં 1 સદી અને 36 અડધી સદીનો સમાવેશ છે.