ઈરાન,

ઉત્તરી તેહરાનની એક મેડિકલ ક્લિનિકમાં ગેસ લીકના કારણે થયેલા વિસ્ફોટમાં 19 લોકોનાં મૃત્યું થયું છે. ઇરાનના સરકારી ટેલિવિઝને મંગળવારે આ અંગેની જાણકારી આપી. અધિકારીઓએ પહેલા 13 લોકોના મૃત્યું અંગે જાણકારી આપી હતી. જો કે તેહરાનના ફાયરબ્રિગેડ વિભાગના એક પ્રવક્તાએ પછી સરકારી ટેલિવિઝનને જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધીને 19 થઇ ગઇ છે.

મળતી માહિતી મુજબ તેહરાનમાં એક મેડિકલ ક્લિનિકમાં ગેસ લીક થવાના કારણે વિસ્ફોટની ઘટના ઘટી છે. આ દૂર્ઘટનામાં 19 લોકોનાં મૃત્યું થયા છે. મૃતકોમાં 15 મહિલા અને 4 પુરુષ છે. જ્યારે ફાયર બ્રિગેડની ટીમે 20 લોકોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા છે. તેહરાનના ડેપ્યુટી ગર્વનરે સરકારી ટેલિવિઝન દ્વારા જણાવ્યું કે આ બિલ્ડિંગમાં મેડિકલ ગેસ ટેંકમાં લીક થવાના કારણે વિસ્ફોટ થયો અને ત્યાર બાદ આગ લાગી હતી.