તહેરાન-

વ્યુહાત્મક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (સમુદ્રખાડી)માં અમેરિકી એરક્રાફટ કેરિયર (યુદ્ધ જહાજ)ની પ્રતિકૃતિ-ડમી બનાવી ઈરાને એના પર મિસાઈલ્સ છોડયા હતા. આ મોક ડ્રીલમાં એટલા મિસાઈલ છોડવામાં આવ્યા હતા કે અમેરિકી લશ્કરને તેના બે પ્રાદેશિક બેસને થોહો સમય એલર્ટ કરવા પડયા હતા.

અમેરિકી નૌકાદળે મોક-ડ્રીલને તહેરાનની બે જવાબદાર અને બેફામ વર્તણુંક ગણાવી તેને દાદાગીરી અને બળજબરીનો પ્રયાસ ચીતર્યો હતો. અખાતના દરિયામાં તહેરાન અને વોશિંગ્ટન વચ્ચે તંગદીલી વધી છે. એવા સંજોગોમાં આ કવાયત થઈ છે. 

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસ કમાંડર મેજર જનરલ હુસેન સલામીએ જણાવ્યું હતું કે આ કવાયતો દરમિયાન હવાઈ અને દરિયાઈ દળો સાથેની કવાયત આક્રમણ સ્વરૂપની હતી. અમેરિકાએ જણાવ્યું હતું કે, અમેરિકી નૌકાદળ સહયોગી દેશો સાથે વહાણવટાના સ્વાતંત્ર્યના સમર્થનમાં દરિયાઈ સુરક્ષા વધારવા જુદી જુદી કવાયત કરે છે, જયારે ઈરાન આક્રમણકારી કવાયત કરે છે.