શું જીવિત છે બોન્ડ ગર્લ તાન્યા?મોતના બીજા જ દિવસે જાગી ચર્ચા
05, જાન્યુઆરી 2021

નવી દિલ્હી 

65 વર્ષીય બોન્ડ ગર્લ તાન્યા રોબર્ટ્સનું નિધન થઇ ગયું છે તેવા સમાચાર હતા. રવિવારે 3 જાન્યુઆરીએ તેમનું મૃત્યુ થયું. તાન્યાના મિત્ર માઈક પિંગલે સોમવારે આ સમાચાર શેર કર્યા. પરંતુ હવે બીજે દિવસે મંગળવારે માઈક પિંગલે જ એવી વાત કરી કે, 'તાન્યા રોબર્ટ્સ જીવિત છે. તે હોસ્પિટલમાં ICUમાં ગંભીર સ્થિતિમાં એડમિટ છે.' 

તાન્યા બોન્ડ ફિલ્મ અ વ્યૂ ટુ કિલ સિવાય સેવન્ટીઝ શોમાં દેખાયા હતા. 24 ડિસેમ્બરે તાન્યા તેમના કૂતરાને આંટો મરાવતા સમયે પડી ગયા હતા. ત્યારબાદ તેમને લોસ એન્જલસની સીડર સિનાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના 18 વર્ષીય પાર્ટનર લાન્સ ઓબ્રાયનને લાગ્યું કે તે મૃત્યુ પામ્યા છે, પરંતુ ડોકટરે તે જીવિત છે એવી માહિતી શેર કરી છે. 

પડ્યા તે પહેલાં પણ તેમને કોઈ બીમારી ન હતી, ઉંમર સંબંધિત કોઈ હેલ્થ ઇસ્યુ પણ ન હતો. માઈકે અગાઉ તેમના મૃત્યુ પર જણાવ્યું કે તે ઘણા હોશિયાર અને સુંદર એક્ટ્રેસ હતા.મને લાગે છે કે તેમના જવાથી કોઈ રોશની જતી રહી છે. તે એક એન્જલ હતા. તે તેમના ફેન્સને પ્રેમ કરતા હતા. 

તાન્યા પછી હવે તેમના ઘરે બહેન બાર્બરા, તેમના પાલતુ પ્રાણી અને તેમનો 18 વર્ષીય પાર્ટનર લાન્સ ઓબ્રાયન રહ્યા છે. 

તાન્યાએ 1975માં ડેબ્યુ કર્યું હતું, પણ તેમનો સૌથી મહત્ત્વનો રોલ 1985માં રિલીઝ થયેલી બોન્ડ સિરીઝની ફિલ્મ અ વ્યૂ ટુ કિલમાં રહ્યો. તેમાં રોજર મૂર જેમ્સ બોન્ડના રોલમાં હતા. તાન્યાએ સ્ટેસી સેટનનો રોલ નિભાવ્યો હતો. ગ્લોબલ મીડિયા અટેંશન મળ્યા છતાં તાન્યાનું કરિયર એટલું આગળ વધી ન શક્યું જેટલી તેમને આશા હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution