છોટાઉદેપુર, છોટાઉદેપુર એસ ટી ડેપોના વર્કશોપ પાસે પાર્કિંગમાં મુકેલી છોટાઉદેપુર - માંડવી રૂટની એસ ટી બસ ન જી જે ૧૮ ઝેડ ૫૯૫૧ આજરોજ બપોરના ૧ વાગ્યાના સમયમાં ગોવિંદભાઇ સવલાભાઈ ધાણુંક નામનો ઈસમ બસ લઈને રવાના થઈ ગયો હતો. તંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર એસ ટી ડેપોના વર્કશોપ પાસે પાર્કિંગમાં મુકેલ છોટાઉદેપુર માંડવી રૂટની એ ટી બસ લઈ ને ગોવિંગભાઈ સવલાભાઈ ધાણુંક નામનો ઈસમ રવાના થઈ ગયો હતો જેનાથી એસ ટી તંત્રમાં બસ કોણ લઇ ગયું તે અંગે શોધખોળ શરૂ થઈ ગઈ હતી. સદર ગાયબ થયેલી બસ છોટાઉદેપુર તાલુકાના રંગપુર રાઠ વિસ્તાર માં આવેલ જાેડાવાંટ ખડકવાડા સિંગલ પટ્ટી રોડ ઉપર થી મળી આવી હતી.

રંગપુર ખડકવાડા રોડ ઉપર જતી બસની સામેંથી આવતી આર્ટિગા કાર પસાર થતા સિંગલ પટ્ટી રોડ હોય બસ રોડ ઉપરથી ખાડામાં ઉતરી ગઈ હતી. આર્ટિગા કાર ચાલકે બસ ઉપરના બોર્ડ જાેયું ત્યારે છોટાઉદેપુર માંડવી રૂટની બસ અહીંયા કેમ ફરે છે. જે અંગે શંકા જતા પોલીસને જાણ કરી હતી. અને બસ સાથે આરોપી ગોવિંદભાઇ સવલાભાઈ ધાણુંક પણ મળી આવ્યા હતા. આ અંગે પકડાયેલ આરોપી ની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. છોટાઉદેપુર બસ ડેપો માંથી બસ ઉઠાવી લઇ જનાર નો આશય શું હોઈ શકે ? એ તપાસ નો વિષય છે.