છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના ખોસ ગામે દીપડાનો મૃતદેહ મળી આવેલ હતું જેની જાણ વન વિભાગને કરતા ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. છોટાઉદેપુર રેન્જ માં તેમજ તેજગઢ રાઉન્ડ અને માલુ બીટ માં આવેલ ઝોઝ ગામ ના જંગલની વચ્ચે આવેલ એક મહુડા ના ઝાડ ઉપર કે જેની ઉંચાઈ અંદાજે ૩૫ ફૂટ હતી. તે ઉપરથી દીપડો નીચે પટકાતાં તેનું કરુણ મોત નિપજવા પામેલ હતું. જેની જાણ વન વિભાગને થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી.

પ્રાથમિક તબક્કે દીપડાના શરીર ઉપર નિશાન જોઈ બે દિપડાઓ વચ્ચે થયેલ ફાઈટિંગ ના કારણે એક દીપડો પડી ગયો હશે તેવા અનુમાનો સેવાતા હતા. પરંતુ દિપડાના મૃતદેહને વેટનરી હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે પીએમ માટે લાવી અને તેના રિપોર્ટ જોતા તેની માહિતી આપતાં આર. એફ. ઓ. એન. સી. રાઠવા એ જણાવેલ કે દીપડા નું મૃત્યુ બ્રેઈન હેમરેજના કારણે થયેલ છે. સદર દીપડાની આશરે ઉંમર સાડા ચાર વર્ષ હતી તેની જાતી નર હતી, ફાઈટિંગ થયા હોવાનાં અનુમાન ને પુષ્ટિ મળવા પામી ના હતી. તેમજ સદર દિપડાના મૃતદેહને અગ્નિદાહ આપી વન વિભાગ દ્વારા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય એ છે કે છોટાઉદેપુર ડિવિઝનમાં આવતા જંગલોમાં સૌથી વધુ પ્રાણી જાતિમાં દીપડાની

 છે. બે વર્ષ પહેલા વાઇલ્ડ લાઇફ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં ૮૫થી ૯૦ દીપડા હોવાનું સર્વેના આંકડા મળી આવેલ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.