સુરત : શહેર જિલ્લામાં કોરોના કેસમાં વધારો થ ઈ રહ્ના છે. ત્યારે નવરાત્રીને લઈને આડકતરી રીતે પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સામૂહિક મેળાવડા ન થાય તે સુરત માટે સારું છે. લોકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તેમ સામૂહિક અનુધ્યાન કરીને સમગ્રપણે વિચારણા કરવી જોઈએ. ભૂતકાળમાં ગણેશ મહોત્સવમાં પોઝિટિવ કેસો મા વધારો થયો છે. જેથી આ બાબતે વિચારણા કરીને આયોજન કરવું જોઈએ. સુરત શહેરમાં ગરબાના થતા મોટા આયોજકો દ્વારા આ વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર નથી. જેમાં સરસાણા કન્વિનીયન્સના આયોજક હિરેન કાકડીયાએ જણાવ્યું હતું કે, નવરાત્રી નહીં કરીએ, ગાઇડલાઇન ફોલોવ કરવી શક્ય નથી. કોરોનાના કેસોની વધતી સંખ્યાની તથા ગરબામાં લોકોની ભીડ થવાની ભીતિને કારણે આયોજકો ગરબાનાનું રિસ્ક લેવા માંગતા નથી. મોટા આયોજનો કે જેમાં ૫થી ૨૫ હજાર ખેલૈયાઓ હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગ શક્ય નથી. માસ્ક સાથે ગરબા રમાડવામાં આવે તો પણ મેડિકલ સાયન્સ મુજબ અનુરૂપ નથી. મોટા આયોજનો ભલે ન થાય અથવા થાય તો તેમાં રિસ્ક ન લઇએ ત્યારે ગુજરાતની પરંપરા પ્રમાણે શેરી-સોસાયટીના ગરબા આ વર્ષે થશે. જેમાં નિયમોનું પાલન અને ડિસ્ટન્સીંગ પણ શક્ય છે. ત્યારે સેફ્ટિ સાથે આ ગરબાનો ભાગ બની પરંપરાગત ગરબાની મઝા લઇ શકીશું અને પરંપરાને પણ ફરી ઉજાગર કરી શકીશું.