રસી લેવી કે ન લેવી તે મારો અંગત અધિકાર, એરફોર્સનો અધિકારી હાઈકોર્ટના શરણે
24, જુન 2021

જામનગર-

ઇન્ડિયન એરફોર્સમાં સેવા બજાવતા કર્મચારીએ કોરોનાની રસી ન લેતા વાયુસેનાએ તેને નોટિસ પાઠવી હતી. આ સામે અંગત અધિકારના ઉલ્લંઘન બદલ અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારની રજૂઆત છે કે વ્યક્તિ એલોપેથી સારવાર લેવી કે આયુર્વેદિક સારવાર લેવી તે તેનો અંગત અધિકાર છે. આ માટે તેને ફરજ પાડી શકાય નહીં વધુમાં ગુજરાત હાઈકોર્ટે આ સામે ઇન્ડિયન એર ફોર્સ અને શોકોઝ નોટિસ પાઠવી છે. અધિકારી પોતે આયુર્વેદિક સારવાર લેવામાં માને છે અને તેમને કોરોનાની રસી એટલે કે એલોપથી દવા ઉપર આધાર રાખવો યોગ્ય લાગતું નથી. તેથી જસ્ટિસે એ.જે. દેસાઈ અને જસ્ટિસ એ.પી ઠાકરની ખંડપીઠે ઇન્ડિયન એર ફોર્સ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. ઈન્ડિયન એરફોર્સે તેના કર્મચારીને પાઠવેલી શોકોઝ નોટિસ સામે 1 જુલાઇ સુધી કોઈ પગલાં ન લેવા આદેશ કર્યો છે. ઈન્ડિયન એર ફોર્સમાં સેવા આપતા યોગેન્દ્ર કુમારે ભારતીય વાયુસેનાના કોરલ 10 મે 2021ના રોજ તેમને જાહેર કરવામાં આવેલી કારણદર્શક નોટિસને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારે પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે કોવિ- 19ની રસી લેવાની તેમની ઇચ્છા નથી. તેની સામે તેમની નોકરી મુશ્કેલીમાં આવી તે ગેરકાયદે,ગેરબંધારણીય અને મનસ્વી છે. આ સામે તેમણે અદાલતને નોટિસ ફટકારવા નિર્દેશન માટે અને ઇન્ડિયન એર ફોર્સને તેને રસી આપવા દબાણ ન કરવા જણાવ્યું હતું. અરજદારે પોતાની અરજીમાં ઇન્ડિયન એર ફોર્સ અને કહ્યું હતું કે તેઓ કોવિડ-19 સામે પ્રતિરક્ષા વધારવા માટે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution