જાહન્વી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ’ નેટફિ્‌લક્સ પર રિલીઝ થશે
10, જુન 2020

જાહ્નવી કપૂર ફિલ્મ ‘ગુંજન સક્સેના’ની રિલીઝની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. જાહ્નવી કપૂરએ ઇંસ્ટાગ્રામ પર આ ફિલ્મનો લુક શેર કરતાં ખુલાસો કર્યો છે કે ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’ ફિલ્મ નેટફિ્‌લક્સ પર રિલીઝ થવા જઇ રહી છે. જોકે આ ફિલ્મ નેટફિ્‌લક્સ પર ક્યારે રિલીઝ થશે જાહ્નવી કપૂરએ આ વાતની જાહેરાત કરવામાં આવી નથી.

જાહ્નવી કપૂરએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’ જલદી આવી રહી છે નેટફિ્‌લકસ પર. તને જણાવી દઇએ કે ‘ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ’ ફિલ્મનું પોસ્ટર સામે આવી ગયું છે. જેમાં જાહ્નવી કપૂર એક પાયલોટના લુકમાં જોવા મળી હતી, આ ઉપરાંત અત્યારે જે જાહ્નવી કપૂરએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે તેમાં પણ પ્લેન ઉડાવતી જોવા મળી રહી છે. ગુંજન સક્સેના દેશની પહેલી એરફોર્સ મહિલા ઓફિસર છે જેની જિંદગી પર આ ફિલ્મ બનવા જઇ રહી છે અને જાહ્નવી કપૂર કપૂર ફિલ્મમાં તેમનો રિલ પ્લે કરી રહ્યા છે. ૧૯૯૯માં થયેલા કારગિલ યુદ્ધ દરમિયાન સાહસ અને બહાદુરીનું કામ ગુંજન સક્સેનાએ કર્યું હતું જેના માટે તેમને ભારત સરકાર દ્વારા શૌર્ય ચક્રથી સન્માનિત કરી ચૂકી છે.જાહ્નવીએ આ ફિલ્મ માટે જોરદાર મહેનત કરી છે. આ ફિલ્મ માટે તેમણે પોતાના લુકથી માંડીને પર્સાનાલિટી પર ખૂબ કામ કર્યું છે. જાહ્નવી કપૂર ઉપરાંત પંકજ ત્રિપાઠી જોકે તેમના પિતા અને અંગદ બેદી તેમના ભાઇના રોલમાં જોવા મળશે. શરણ શર્મા ગુંજન સક્સેનાનું નિર્દેશન કરી રહ્યા છે. તો બીજી તરફ કરણ જોહર ફિલ્મને પ્રોડ્‌યુસર કરી રહ્યા છે. કરણ જોહરના પ્રોડક્શન હેઠળ બનેલી જાહ્નવી કપૂરની આ બીજી ફિલ્મ છે. આ પહેલાં જાહ્નવી કપૂરએ ફિલ્મ ‘ધડક’થી બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું.તમને જણાવી દઇએ કે ગુંજન સક્સેના પહેલાં ૧૩ માર્ચને રિલીઝ થવાની હતી અને પછી ૨૪ એપ્રિલ ૨૦૨૦ને તેની રિલીઝ ડેટ આવી પરંતુ લોકડાઉનના લીધે આ સિનેમાઘરો તરફ જઇ રહ્યા નથી ત્યારે હવે જોવાનું એ છે કે નેટફિ્‌લક્સ પર આ ફિલ્મ કેટલા દિવસ રિલીઝ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution