અમદાવાદ-

ગુજરાતના જાણિતા યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર આવતીકાલથી સોમનાથ મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લી રહેશે. આ સાથે શ્રદ્ધાળુઓને આરતી સમયે પણ પ્રવેશ આપવાનો સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહીં.

આવતીકાલથી ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. કોઈ પણ ભાવિક ભક્ત મંદીરમાં ઉભા રહી શકશે નહીં, સતત ચાલતા જ આરતી, દર્શન કરી શકાશે. દર્શનાર્થે આવતા યાત્રિકોએ કોવિડની ગાઇડલાઇન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે, એન્ટ્રી ગેટ પર ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે, હેન્ડ સેનિટાઈઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે. દર્શન માટેના પાસ ઓનલાઇન તેમજ ઓફલાઇન મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. સાથે જ કોવિડની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખવાની રહેશે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ, મંદિરનો સ્ટાફ પણ હાજર રહેશે. જેમની સુચના મુજબ દર્શન કરવાના રહેશે.