જમ્મુ કાશ્મીર: BJP કાર્યકર્તા પર આતંકીઓ દ્વારા કરાયો ગોળીબાર
09, ઓગ્સ્ટ 2020

શ્રીનગર-઼

જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકીઓએ ભાજપના કાર્યકર્તાને ગોળી મારી હતી. રવિવારે વહેલી સવારે આતંકીઓએ અબ્દુલ હામિદ નઝરને ગોળી મારી હતી.

મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ નજર પર રેલવે સ્ટેશન નજીક ફાયરીંગ ત્યારે કર્યુ જ્યારે તેઓ મોર્નિંગ વૉક પર જતા હતા. ફાયરીંગમાં ભાજપ કાર્યકર્તા ઈજાગ્રસ્ત થઈ ગયા છે. કાર્યકર્તાને પેટમાં ગોળી વાગી છે. ઘટના બાદ તરત જ અબ્દુલ હમીદ નજરને એસએમએચએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

કાર્યકર્તા મધ્ય કાશ્મીરના બડગામમાં મોહિંદપુર વિસ્તારનો રહેવાસી છે. જે ભાજપનો કાર્યકર્તા છે. હાલમાં તેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કુલગામમાં સરપંચ સજ્જાદ અહમદ ખાંડેની તેમના ઘર પર જ ગોળી મારી હત્યા કરાઈ હતી.અનંતનાગ જિલ્લામાં પણ લાખા ભવન લર્કીપુરના સ્થાનિક સરપંચ અને કાશ્મીરી પંડિતની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી હતી. આ આતંકીમાં અજય પંડિત ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડતા તેમનું મોત થયું હતું.બાંદીપોરામાં પણ સંદિગ્ધ આતંકીઓએ ભાજપના રાજ્ય કાર્યકારિણીના સભ્ય વીસીમ બારીની ગોળી મારી હત્યા કરી હતી. આતંકીઓએ ભાજપના નેતાના પિતા અને ભાઇની પણ ગોળીમારી મોતને ઘાટ ઉતાર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution