જામનગર-

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને ભાજપે ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી છે. ત્યારે જામનગર મનપાની ચૂંટણી માટે પણ ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં જામનગર શહેરનાં 16 વોર્ડના કુલ 64 ઉમેદવારો ભાજપે જાહેર કર્યા છે.

ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ કોર્પોરેશન પછી જામનગર કોર્પોરેશન માટેના 16 વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એક વોર્ડમાં બે મહિલા અને બે પુરુષને ટિકિટ આપવામાં આવી છે. જેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.