જામનગર

જામનગરમાં બારે મેધ ખાંગા થયા છે.જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી,નદી-નાળા,વોકરા તમામ જગ્યા છે પાણી જ પાણી.અનેક ગામો બેટમાં ફેરવાયા છે.જેમાં લોકો પોતાનો જીવ બચાવા માટે અગાશી પર ચડી ગયા છે.ત્યારે નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને બચાવવા માટે સૂચના આપી દીધી છે.

જામનગર જિલ્લાનાં અલિયાબાડા ગામમાં 25થી વધુને રેસ્ક્યૂ કરાયા, બચાવ કામગીરી હજી પણ ચાલુ છે.જ્યારે કાલાવડમાં  કાલાવાડમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે.ત્યારે બાજુનું ગામ ધુડશિયા પણ બોટમાં ફેરવાયું છે. જામનગરમાં 3.25 ઈંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. જામનગરના મોટીબાણુગારમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. ગામમાં અત્યારસુધીમાં 22 ઇંચ જેટલો વરસાદ નોંધાતા આખુ ગામ બેટમાં ફેરવાયું છે.જ્યારે વરસાદના પગલે જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે સંપર્ક વિહોણો થયો છે.