જામનગર-

ગુરુદ્વારા સંઘસભા દ્વારા ગુરુનાનક દેવજીની 551 મી જન્મ જયંતી સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરુદ્વારામાં 28 નવેમ્બરના રોજ અખંડ પાઠનો આરંભ કરવામાં આવ્યો હતો અને 30 તારીખે પાઠની 10 વાગ્યે પૂર્ણાહુતિ થશે. ત્યાર બાદ શબ્દ કીર્તન આયોજન પણ કરવામાં આવ્યુ છે. કોરોનાની મહામારીને ધ્યાને લઇ સરકારની કોવિડ ગાઇડલાઇનને અનુસરીને ગુરુદ્વારા કમિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. કે, 1 કલાક બાદ 11:00વાગ્યે કાર્યક્રમો સંપૂર્ણ સમાપ્તિ કરવામાં આવશે. કોરોનાની મહામારીને જોતા લગર આયોજન મોકૂફ રાખવામાં આવ્યુ હતુ.

જામનગર ગુરુદ્વાર સંઘસભા દ્વારા દર વર્ષે પ્રભાતગીરીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ લોકોની વધુ પડતી ભીડ ન થાય તે માટે આ વખતે પ્રભાત ફેરીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. તો ગુરુદ્વારામાં પ્રવેશતા જ કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યુ હતુ. તેમજ લોકોનું ટેમ્પરેચર માપવામાં આવ્યુ હતુ સાથે સાથે હેન્ડ સેનેટાઈઝર અને ફરજિયાત માસ્ક પહેરી ગુરુદ્વારામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.