જામનગર: LRDના ઉમેદવારોએ ઇચ્છા મૃત્યુની કરી માગ, જાણો કારણ
07, નવેમ્બર 2020

જામનગર-

સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે LRD જવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાતમાં LRD ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા LRD ભરતી પ્રક્રિયા સમયે પુરુષ ઉમેદવારો સાથે અન્યાય થયા હોવાના આક્ષેપ સાથે અને ખાસ કરીને હાથમાં વિવિધ બેનરો લઇને ઇચ્છામૃત્યુની માંગ સાથે જામનગરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે LRD જવાનો દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ સુત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યારે મહિલા અને પુરૂષ ઉમેદવાર બંન્ને સમાન ન્યાય મળવો જોઈએ. તાત્કાલિક પુરૂષ ઉમેદવાર સાથે થયેલા અન્યાયને દૂર કરવામાં આવે. જો આગામી 10 દિવસ સુધીમાં LRD ઉમેદવારોની માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો રાજ્ય સરકારના ત્રાસથી કંટાળીને LRD જવાનોને ઈચ્છામૃત્યું કરવી પડશે. રાજ્ય સરકાર દ્વારા LRD જવાનોની ભરતી પ્રક્રિયામાં પુરુષ ઉમેદવારો સાથે અન્યાય થયા હોવાના આક્ષેપો અને ઇચ્છામૃત્યુની માગ સાથે જામનગરમાં LRD ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution