જામનગરના સાંસદ પૂનમ માડમ પહોંચ્યા અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાતે, અધિકારીઓને આપી આ સુચના
17, સપ્ટેમ્બર 2021

જામનગર-

તાજેતરમાં જ ભારે વરસાદે સમગ્ર સૌરાષ્ટ્રમાં તારાજી સર્જી હતી. તેમાં પણ સૌથી વધારે અસર રાજકોટ અને જામનગર જિલ્લાને પડી હતી. ત્યારે જામનગરના સાંસદ પૂનમ માડમે જામનગરના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સંબંધિત અધિકારીઓને ત્વરિત આરોગ્યલક્ષી અને રાહતલક્ષી કામગીરી કરવાની સૂચના આપી હતી. સાંસદ પૂનમ માડમે અતિવૃષ્ટિગ્રસ્ત ગામો જેવા કે આલિયા, બાણુગર, રામપર, ધુતારપર, ધુળશીયા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પીડિતો સાથે વાત કરીને તેમની આપવિતી સાંભળી હતી. જ્યારબાદ સંલગ્ન અધિકારીઓને સર્વે શરૂ કરીને તાત્કાલિક કેશડોલ ચૂકવવા માટે સૂચના આપી હતી. ભુપેન્દ્ર પટેલે 15 સપ્ટેમ્બરના રોજ શપથ લીધા બાદ બીજા જ દિવસે રાજકોટ અને જામનગરની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરીને જવાબદાર અધિકારીઓને જરૂરી કામગીરી કરવા માટે સૂચના આપી હતી અને પીડિતો સાથે વાત કરીને તેમને શાંત્વના આપી હતી. જામનગરના સાંસદ પૂનમ માડમે તાજેતરમાં જ તેમના મતક્ષેત્રના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને સંબંધિત અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા અને અસરગ્રસ્તોને સહાયના નાણા ચૂકવવા માટે સૂચના આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution