જામનગર SOG પોલીસે ડીગ્રી વગરના બોગસ ડૉક્ટરની કરી ધરપકડ
05, નવેમ્બર 2020

જામનગર-

જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તથા SOG PI એસ.સેસ.નિનામાં તથા PSI આર.વી.વીછી, વી.કે.ગઢવીના માર્ગદર્શન મુજબ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં SOG સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સટેબલ મયુદીનભાઇ સૈયદ તેમજ રમેશભાઇ ચાવડાને મળેલી બાતમીને આધારે ડીગ્રી વગરના ડૉક્ટરને હડિયાણા ગામેથી પકડી પાડવામાં આવ્યો છે. જામનગર હડીયાણા ગામમાં જાગનાથ મહાદેવની બાજુમા ભારતીબેન મોહનભાઇ ભીમાણીના મકાનમાં ક્લિનિકના નામે દવાખાનું ચલાવતા 53 વર્ષીય ભરતભાઇ મનહરલાલ કાનાણી જામનગરના હડીયાણા ગામે ડૉક્ટરને લગતી ડીગ્રી ધરાવતા ના હોવા છતા આ શખ્સ દર્દીઓને તપાસીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. જે બાતમીને આધારે SOG પોલીસે રેડ કરી આ ઇસમના કબ્જામાંથી દવા અને મેડીકલને લગતા રૂપિયા 6405 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જામનગરના હડિયાણા ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ડીગ્રી વગરના વધુ એક બોગસ ડૉક્ટરની SOG પોલીસ દ્વારા ધરપકડ પાડવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution