રાજકોટ, ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. આજે પૂર્વ ઝોન વોર્ડ નં.૪ અને ૧૮માં થયેલા અન-અધિકૃત દબાણો દૂર કર્યા હતા તેના પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે ૧ દુકાન અને ૩ ઓરડી સહિત ગેરકાયદે બાંધકામો દૂર કરી અંદાજિત ૧૫૪૬ ચોરસ મીટરની ૬.૬૫ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનિંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.