વડોદરા , તા. ૩૦

રાવપૂરા વિસ્તારમાં આવેલા જે.ડી. કલેકશનમાં ગુજરાત જી.એસ.પી.સી.એ. સંસ્થા અને વન વિભાગ દ્વારા બાતમીને આધારે રેડ પાડી હતી. જેમાં ગેંડાના શીંગડા અને હાથી દાંતની બનાવટો સાથે બે આરોપીઓ ઝડપાયા હતા. બન્ને આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

રાવપૂરા કોઠીપોળ ખાતે આવેલા જે.ડી. કલેકશનમાં વન્યજીવના અવશેષો તેમજ તેની બનાવટોનું વેેચાાણ કરવામાં આવી રહ્યું હોવાની ગુજરાત. એસ . પી.સી.એ. સંસ્થા અને વન વિભાગને બાતમી મળત્ી હતી. જેના આધારે રેડ પાડતા ગેંડાના શીંગડા અને હાથી દાંતની બનાવટો સાથે સોની જીગ્નેશ અને શાહ કિરણ બે આરોપી મળી આવ્યા હતા. બન્ને આરોપીઓ પાસેથી વન્યજીવોના અવશેષો અને બનાવટો મળી આવતા તમામ વસ્તુઓ જપ્ત કરીને તતેમની સામે વન વિભાગ અધિનીયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે ગુજરાત. એસ . પી.સી.એ. સંસ્થાના વડા રાજ ભાવસાર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, “આ વેસ્ટ ઝોન ખાતે તેમજ ગુજરાતમાં સૌૈ પ્રથમ વાર બનેલી ધટના છે. જેની સફળ રેડ અમારી ટીમ અનેે વન વિભાગ દ્વારા કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ”