સાબરકાંઠા : આબુરોડથી પેસેન્જર ફરી રવિવારે સાંજે સરહદ છાપરી નજીક આવેલા ડેરી ગામે જઇ રહી હતી. દરમિયાનમાં સરહદ છાપરી નજીક આવેલ નદીના રપટ પરથી પસાર થતી વખતે પાણીનો પ્રવાહ વધી જતાં જીપ તણાઇને નદીમાં ખાબકી હતી. જેને લઇ જીપમાં બેઠેલા ૧૦ જેટલા મુસાફરો સહિત ત્રણ બાળકો નદીમાં પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેને પોલીસ અને ગ્રામવાસીઓએ બચાવી લીધા હતા.આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ હાશકારો લીધો હતો.આબુરોડથી પેસેન્જર જીપ રવિવારે સાંજે સરહદ છાપરી નજીક આવેલા ડેરી ગામે જતી હતી. દરમિયાનમાં અંબાજી નજીક સરહદ છાપરી નજીક આવેલ નદીના રપટ પરથી પેસેન્જર જીપ પસાર થઇ રહી હતી. દરમિયાનમાં અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતાં જીપના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં જીપ પાણીના પ્રવાહમાં તણાઇ હતી. રપટ પરથી નદીમાં ધીરેધીરે પડી રહી હતી. દરમિયાનમાં કેટલાક મુસાફરોએ જીપમાંથી કૂદીને બહાર નિકળી ગયા હતા.જ્યારે જીપ નદીમાં ખાબકી ત્યારે ૧૦ જેટલા મુસાફરો સહિત ત્રણ બાળકો પાણીના પ્રવાહમાં તણાઇ ગયા હતા. જેથી મુસાફરોએ બુમાબૂમ કરી મૂકી હતી. જેને લઇ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. આ અંગેની જાણ આબુરોડના રિકો પોલીસ, છાપરી પોલીસ ચેકપોસ્ટના ઇન્ચાર્જ રામાવતાર મીણા અને ગ્રામવાસીઓને થતાં દોડી આવી રેસ્ક્યુ કરી ૧૦ મુસાફરો સહિત બાળકોને બચાવી લેવાયા હતા.