દેશભરમાં લોકપ્રીય સીરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના દિલીપ જાશી એટલે કે, જેઠાલાલ ત્રણ મહિનાથી ઘર પર છે એટલે કે, શૂટિંગ પર રોક લાગી હોવાથી તેમને પણ કોઈ કામ મળી રહ્યું નથી. શું તમે અંદાજા લગાવી શકો છો કે, ૩ મહિનામાં દિલીપ જાશીને કેટલુ નુકસાન થયુ હશે. એક અંદાજ પ્રમાણે તેમને લગભગ ૯૦ લાખ રૂપિયાની કમાણીથી હાથ ધોવો પડ્યો છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, સમગ્ર ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કલાકારોને લોકડાઉનમાં કેટલી હદે નુકસાન થયુ હશે. એક ખાનગી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, જેઠાલાને એક એપિસોડ માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના મેકર્સ તરફથી લગભગ ૧.૫૦ લાખ રૂપિયાની રકમ મળે છે. તે માટે તેઓ મહિનામાં લગભગ ૨૫ દિવસ કામ કરે છે. એક મહીનામાં સરેરાશ ૨૦ એપિસોડ ઓન એર કરવામાં આવે છે. જા આ ૨૦ એપિસોડમાં જેઠાલાલ દેખાય છે તો તેમને લગભગ ૩૦ લાખ રૂપિયાની કમાણી થાય છે. આ રીતે વિતેલા મહિનામાં આ શોના ૬૦ એપિસોડ બની શક્યતા નથી. કહેવામાં આવી શકે છે કે, ઓછામાં ઓછા ૯૦ લાખ રૂપિયાની કમાણી તેમને થઈ શકી નથી. દિલીપ જાશી ‘તારક મેહકા કા ઉલ્ટા ચશ્મા’ ની ટીમના મોંઘા કલાકારોમાંથી છે. આ રીતે શૈલેષ લોઢાને પણ લગભગ ૧.૫૦ લાખ રૂપિયા દર એપિસોડ માટે આપવામાં આવે છે. દિશા વાકાણીની પણ સીરિયલમાં પરત ફરવા પર ચર્ચા થઈ રહી છે કે, તેણી પોતાની ફીના કારણે જ શોમાં પરત ફરી રહી નથી.