ગાંધીનગર, ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા છે. આ ધારાસભ્ય હાલ પોતાના ઘરે હોમ આઈસોલેટ થયા છે. વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ પણ ભાજપ સરકારના વધુ ચાર જેટલા મંત્રીઓ અને અડધો ડઝનથી વધુ ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે આજે વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીતુ ચૌધરી કોરોના પોઝિટિવ આવ્યા છે. જાે કે ધારાસભ્ય જીતુ ચૌધરીની તબિયત સારી હોવાથી તેઓ પોતાના ઘરે જ હોમ આઈસોલેટ થયા છે. જાે કે ધારાસભ્ય જીતુ ચૌધરીએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાની પણ અપીલ કરી છે.