જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુરના ગલ્લાં ગોરિયાં મ્યુઝિક વીડિયોનું ટીઝર રિલીઝ થયું
10, જુન 2020

જ્હોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર બાટલા હાઉસ ફિલ્મ બાદ હવે એક મ્યુઝિક વીડિયોમાં ફરીવાર સાથે દેખાયા છે. ટી સિરીઝના મ્યુઝિક વીડિયો ગલ્લાં ગોરિયાંમાં બંને સાથે દેખાયા છે. આ સોન્ગનું ટીઝર રિલીઝ થઇ ચૂક્્યું છે. આ સોન્ગને ધ્વનિ ભાનુશાલી અને તાઝે ગાયું છે. સોન્ગનું શૂટિંગ લોકડાઉન પહેલાં થયું હતું. ૧૧ જૂને આ વીડિયો રિલીઝ થશે. આ ડાÂન્સંગ ટ્રેક વિશે મૃણાલે જણાવ્યું કે,

આ પહેલીવાર હતું જેમાં મને ટિપિકલ નાચ ગાના માટે બોલાવવામાં આવી હોય. મારે બે અઠવાડિયા સુધી તો રિહર્સલ કરવું પડ્યું હતું જેથી હું કેમેરા સામે ખુલીને પરફોર્મ કરી શકું. સોન્ગમાં મારે જ્હોનનું ધ્યાન મારી તરફ ખેંચવાનું છે અને તેની સાથે ફ્લર્ટ કરવાનું છે. તેણે એવું પણ જણાવ્યું કે જ્હોન તેનો કોÂન્ફડન્સ વધારે છે. તે મૃણાલને કહેતો કે, તું ગભરાઈ ન જા, જા તું ક્્યાંય અટકે તો બસ સ્માઈલ આપી દે, તારી સ્માઈલ એકદમ સરસ છે. મૃણાલના આખા પરિવારે હાજર રહીને સેટ પર તેને સરપ્રાઈઝ આપી હતી. આ સોન્ગનું રેકો‹ડગ ધ્વનિએ ભારતમાં કર્યું છે અને તાઝે તેનું રેકો‹ડગ યુકેમાં કર્યું હતું. આ મ્યુઝિક વીડિયોને આદિલ શૈખે ડિરેક્ટ કર્યો છે.  


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution