ભાવનગર,  ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતી છે. આજે હનુમાન જયંતીનો પાવન પર્વ છે. ત્યારે બોટાદના સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે હનુમાન જયંતી પ્રસંગે સાળંગપુર હનુમાન મંદિરે ૧૦ લાખથી વધુ ભક્તો દાદાનાં દર્શન કરશે. આજના દિવસે મારુતિ યજ્ઞ પણ કરવામાં આવશે. વહેલી સવારથી જ ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠ્‌યુ છે. સવારની મંગળા આરતી ખાસ બની રહી હતી. તો ત્યાર બાદની શ્રૃંગાર આરતી ખાસ બની રહી છે. દાદાને કરોડોના ઝવેરાતથી સજાવવામાં આવ્યા છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીની ભવ્ય શોભા યાત્રા નીકળી ત્યારે તેવામાં આ શોભાયાત્રા કેવી ભવ્ય હોય તેની એક ઝલક તમને દર્શાવી રહ્યા છે. હાથી અને ઘોડા સાથે નીકળી આ ભવ્ય શોભાયાત્રામાં ઢોલ નગારાના તાલે ભક્તો જય શ્રી રામના નારા સાથે ઝૂમી ઉઠે છે. તો કતરબ બાજાે જુદા જુદા કરતબ દાખવીને શોભાયાત્રાની ભવ્યતામાં વધારો કરે છે. સાળંગપુરમાં દાદાનાં દર્શન માટે અંદાજે ૧૦ લાખથી વધુ ભક્તો ઊમટ્યા. તંત્ર દ્વારા ખાસ રૂટ સાથે રહેવા-જમવા અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરાઈ છે. બે વર્ષ બાદ સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાનજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અંદાજે ૧૦ લાખથી વધુ દર્શનાર્થીઓ હનુમાન જંયતીના દિવસે આવશે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય એ માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એકસાથે દસ હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે એ માટે ૬ વિશાળ પાર્કિંગ એરિયા બનાવાયા છે. દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.

કેદારનાથ મંદિરની આબેહૂબ કૃતિ સાથે શોભાયાત્રા

રાજકોટ રાજકોટમાં દરેક હનુમાનજી મંદિરે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ બાલાજી મંદિર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદારનાથ મંદિરની આબેહૂબ કૃતિ બનાવવામાં આવી હતી. જે શોભાયાત્રામાં જાેડાઇ હતી. તેમજ અવનવા ફ્લોટ્‌સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના વિવિધ હનુમાનજી મંદિરમાં સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી રહ્યા છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કાર, ટુવ્હીલર જાેડાયા હતા. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને જયશ્રી રામ, જય બજરંગબલીના નાદ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં ચોકલેટ અને મિલ્કની મિઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગોંડલમાં ૩૦૦ વર્ષ પૌરાણિક તરકોશી હનુમાન મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે. તેમજ હનુમાનજી મહારાજને આકર્ષિત વાઘા પહેરાવામાં આવ્યા છે. દરેક મંદિરોમાં હનુમાનજીને અલગ અલગ શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન જાેવા મળી રહી છે. હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર તરકોશી હનુમાનજી મંદિર છે. શહેરના અલગ અલગ હનુમાનજી મંદિરમાં દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હોમ-હવનનું પણ આયોજન કરાયું હતું.

જામનગરમાં હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા- બાઈક રેલી

જામનગરમાં આજે ૧૬ એપ્રિલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. છોટી કાશી ગણાતા જામનગરમાં આજે ૧૬ એપ્રિલ શનિવારે હનુમાન જનમોત્સવ ના પાવન અવસરે ભગવાન શ્રી હનુમાનજીની શોભાયાત્રાનું નીકળી છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત હનુમાનજીના જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતેથી થયું છે. જામનગરમાં શનિવાર અને હનુમાન જનમોત્સવ નો શુભ સમનવ્ય છે. આ પાવન અવસરે તળાવ ની પાળ ખાતે આવેલા વિશ્વવિખ્યાત શ્રી બાલા હનુમાનજી મંદિરે સંપન્ન કરવામાં આવ્યું હતું. હનુમાન જનમોત્સવની આ શોભાયાત્રામાં રામ ભક્ત હનુમાનજીની વિવિધ ઝાંખી કરાવતા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ખાસ ધાર્મિક ફ્લોટ્‌સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.શનિવારે છોટી કાશી ગણાતા જામનગરમાં આ શોભાયાત્રા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા તમામ ધર્મ પ્રેમીઓને જાેડાઈ રામભક્ત હનુમાનજીનો જય જયકાર કરી ભક્તિમય વાતાવરણ બનાવાયું હતું.