૨૭ માર્ચે એસપી યુનિવર્સિટીની ૧૪ સિન્ડિકેટ બેઠક માટે જંગ
07, માર્ચ 2021

આણંદ : વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની ૧૪ સિન્ડિકેટ બેઠક માટે આગામી તા.૨૭ માર્ચે ચૂંટણી યોજાશે. યુનિવર્સિટીમાં રાજકારણનો પ્રવેશ થતાં સત્તા પક્ષ દ્વારા માનીતાને જીતાડવા તખતો ગોઠવવામાં આવતા શિક્ષણ જગતમાં ચહલપહલ ઊભી થઈ છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીની સિન્ડિકેટની ૧૪ બેઠક માટે આગામી તા.૨૭ માર્ચના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીના પગલે શિક્ષણ જગતમાં ચહલપહલ શરૂ થઈ છે. જાેકે, છેલ્લાં કેટલાંક સમયથી યુનિવર્સિટીમાં રાજકારણે પ્રવેશ કરતાં સત્તાપક્ષ માનીતાઓને બેસાડવા તખતો ગોઠવશે. તાજેતરમાં રાજ્યની પંચાયતો, મહાપાલિકાઓ તથા પાલિકાઓમાં શાસક પક્ષનો જવલંત વિજય થતાં યુનિવર્સિટી જંગમાં પણ પક્ષ માનીતાને જીતાડવા આયોજન કરી રહ્યો હોવાની ચર્ચા સાંભળવા મળી હતી.

સૂત્રોનું કહેવું છે કે, યુનિવર્સિટીમાં પણ એકહથ્થંુ શાસન ઊભું કરવા અત્યારથી જ તખતો ગોઠવાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર વકર્યો હોવાની અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. આ વખતે એસપી યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી રસપ્રદ બને તેવાં એંધાણ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution