19, ફેબ્રુઆરી 2021
પોરબંદર, કચ્છના માંડવી શહેરમાં જન્મેલા કનકશી ગોકલદાસ ખીમજીનું આજે કોચીનમાં લાંબી બીમારીના કારણે અવસાન થયું હતું. ઓમાનમાં શેખની પદવી ધરાવતા કનકશી ખીમજી ઓમાનમાં ગુજરાતી સમાજના પ્રમુખ હતા અનેક ગુજરાતીઓને રોજગારી અપાવી હતી. તેમના અવસાનથી તેમની સાથે જાેડાયેલા ગુજરાતીઓ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી. કનકશીના પરદાદા ખીમજી અને રામદાસ બંને ભાઈઓ હતા અંદાજે ૧૫૦ વર્ષ પહેલા કચ્છથી ઓમાન વેપાર અર્થે ગયા હતા અને ઓમાનમાં નાની દુકાન સ્થાપી વેપાર શરૂ કર્યો હતો. ધીમે ધીમે એ સમયના ઓમાનના સુલતાન પરિવાર સાથે સંબંધ વિકસાવી ત્યાંની પ્રજાને વેપારની સુજબૂજ આપી હતી. એક સમય હતો જ્યારે ઓમાનની કરન્સી ન હતી ત્યારે ભારતીય કરન્સી ઓમાનમાં ચાલતી હતી.