કાનપુર-

કાનપુરમાં એક લેબ આસિસ્ટન્ટ સંજીત યાદવના અપહરણ બાદ હત્યા કેસમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી કાર્યવાહી કરી છે. સીએમ યોગી આદિત્યનાથે આઇપીએસ અધિકારી અપર્ણા ગુપ્તા, તત્કાલીન ડેપ્યુટી એસપી મનોજ ગુપ્તા સહીત કુલ ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ ખંડણીના પૈસાની તપાસ માટે આદેશ આપ્યા છે.

કાનપુરમાં બીકરુ હત્યાકાંડનો મામલો હજુ શાંત થયો નથી ત્યાં કાનપુરના જ બર્રાથી વધુ એક બર્બર સમાચાર આવ્યા જેમાં એક લેબ આસિસ્ટન્ટ સંજીત યાદવનું પહેલા અપહરણ કરવામાં આવ્યું. પોલીસના ભરોસે પરિવાર દગિણ વેચીને ૩૦ લાખની ખંડણીની રકમ ભેગી કરે છે અને અપહરણકર્તાઓને આપી પણ દે છે. પરંતુ, પોલીસ અપહ્ય્šત યુવકને બચાવવામાં સફળ થતી નથી અને તેની હત્યા કરી દેવામાં આવે છે.

સંજીત યાદવની બહેને આરોપ લગાવ્યો છે કે પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટરથી માંડીને તમામ પોલીસ અધિકારી તેના ભાઈ સંજીતની હત્યા માટે જવાબદાર છે. તો બીજી તરફ, પોલીસનું કહેવું છે કે અપહરણમાં સંજીતના કેટલાંક મિત્રો પણ સામેલ હતા, પોલીસે કેટલાંક આરોપીઓની ધરપકડ પણ કરી મીડિયા સમક્ષ રજુ પણ કર્યા હતા. ૨ મહિલા આરોપીઓ માંથી એકની પોલીસે ધરપકડ કરી છે.