કપરાડા-

છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પડતા ઉપર પાટુ માર્યુ છે તો સાથે સાથે અનેક નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે કપરાડા તાલુકાના ચાવશાળા ગામે એક કાચું મકાન કમોસમી વરસાદને પગલે ધરાશાયી થયું હતું જોકે જ્યારે ઘટના બની ત્યારે ઘરની અંદર કોઈ પણ હાજર ન હતું.જેને જેને પગલે કોઇ જાનહાની બની નથી

કપરાડા તાલુકાના ચાવશાળા ગામે બરડા ફળિયામાં રહેતા કમલેશભાઈ ધાકલભાઈ પવારનું ઘર વરસાદી માહોલ વચ્ચે ગત મોડી રાત્રે ધડાકાભેર તૂટી પડયું હતું જોકે આ ઘટના બની તે સમયે ઘરમાં કોઈ પણ હાજર નહોતો અને તમામ લોકો બહાર હોવાને કારણે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી પરંતુ અચાનક બનેલી આ ઘટનાને પગલે તેમની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને વરસાદી પાણી ઘરના તમામ સામાન માં લાગી ગયું છે જેથી આદિવાસી પરિવારનું ઘર તૂટી જતા તેઓને નિરાધાર બનવાનો વારો આવ્યો છે જો કે આ ઘટનાની જાણકારી મળતા કપરાડા તાલુકાના મામલતદાર કલ્પેશ સુવેરા ચાવશાળા ગામની મુલાકાત લીધી હતી અને તમામ પ્રકારનો રીપોર્ટ બનાવી વલસાડ કલેકટર ને ઘટના અંગે જાણકારી આપી છે