25, સપ્ટેમ્બર 2020
વલસાડ-
ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી થવાની છે, તેમાં કપરાડા વિધાનસભાની બેઠક પણ સામેલ છે. ગમે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે. ત્યારે આ જાહેરાત પહેલા જ કપરાડા વિધાનસભામાં ગરમાવો જાેવા મળ્યો છે. કપરાડા ૧૮૧ વિધાનસભા બેઠક પર પ્રકાશ પટેલે અપક્ષ ઉમેદવારી કરવાની કરી જાહેરાત કરી છે. કપરાડા બેઠક જીતુ ચૌધરીએ રાજીનામુ આપ્યા બાદ ખાલી પડી હતી. જાેકે, ભાજપ અને કોંગ્રેસે હજી સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.
પ્રકાશ પટેલ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્્યા છે. તેઓએ ૨૦૧૫ બાદ રાજકારણથી નિવૃત્ત થવાની જાહેરાત કરી હતી. પરંતુ ધર્મને નામે રાજકારણ ચાલી રહ્ય્šં હોવાને કારણે ફરી રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. પ્રકાશ પટેલના પત્ની હાલ કપરાડાના સુખાલા ગામના અપક્ષ સરપંચ છે. કપરાડામાં ભારતીય જનતા પાર્ટી પૂર્વ કોંગી એમએલએ જીતુભાઇ ચૌધરીની જાહેરાત કરશે તેવી શક્્યતા છે. જ્યારે બીજી તરફ, કોંગ્રેસમાં હરેશભાઇ પટેલ, બાબુભાઇ વરઠા, વસંત પટેલ જેવા નામોની ઉમેદવારી માટે ચર્ચા થઈ રહી છે.
આવામાં પ્રકાશ પટેલદ્વારા અપક્ષ ઉમેદવારીની જાહેરાતથી કપરાડા વિધાનસભા બેઠક પર ભૂકંપ સર્જાયો છે. ગુજરાતમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસામાં આજે પેટાચૂંટણીની જાહેરાત થશે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે.