લોકસત્તા ડેસ્ક

આજના સમયમાં આપણે સૌ રોટલી તૌ ખાઈએ છીએ પણ તેમાં ખાસ તો ઘઉંનો જ ઉપયોગ કરીએ છીએ. ક્યારેક ટેસ્ટ બદલવા માટે લોકો મિસ્સી અને મકાઈના લોટની રોટલી ખાઈ લે છે. બાજરા, શિંગોડા અને રાગીના લોટના પરાઠા તો ભાગ્યે જ તમે ખાધા હશે. વ્રતના દિવસોમાં તમે રાજગરાના લોટનો ઉપયોગ કરો છો અને તેની પૂરી બનાવાય છે. ખાસ કારણ એ છે કે ગામમાં જેની ખેતી થાય છે તેની રોટલી બને છે. તો જાણો આ પ્રકારના લોટની રોટલીના ફાયદા શું હોય છે અને તેનું સેવન શા માટે લાભદાયી રહે છે.

બાજરીનો લોટ આ રીતે કરે છે ફાયદો

બાજરીમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ, મેગેનીઝ, ફોસફરસ, વિટામીન બી, મેગ્નેશિયમ અને અનેક એન્ટીઓક્સીડન્ટ્સ મળે છે. બાજરાની રોટલી અને પરાઠાથી શરીરને પોષણ અને ઉર્જા મળે છે. તેમાં કેલ્શિયમ વધારે હોવાથી હાડકા સારા રહે છે. સાથે બાજરીમાં નિયાસિન નામનું વિટામીન હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તેનાથી દિલની બીમારીનો ખતરો પણ ઘટે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી રહી છે. આ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાચનક્રિયાને સુધારે છે અને તેનાથી ગેસ અને કબજિયાત પણ થતી નથી.

આ માટે કરો શિંગોડાના લોટનું સેવન

શિંગોડામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, ઝિંક, કોપર, આયર્ન, ફોસફરસ, ફાઈબર, ફોલેટ, પોટેશિયમ, પ્રોટીન, નિયાસિન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ હાડકા અને દાંતને મજબૂત કરે છે. સાથે તેમાં અલ્ફા લાઈનોલેનિક એસિડ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સાથે ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. સાથે તેમાં રહેલા ફાઈટોન્યૂટ્રિએન્ટ રૂટિન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને તેમાં રહેલું ખાસ પ્રકારનું ફાઈબર ગોલબ્લેડરમાં પથરીની તકલીફને ઘટાડે છે.

આ કારણે કરો રાગીનું પણ સેવન

રાગીમાં આયર્ન, કેલ્શિયમ, મેથોનાઈન, અમીનો અમ્લ, સોડિયમ, ઝિંક, મેગ્નેશિયમ, વિટામીન બી1, બી2, બી3, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ફાઈબર, ફોસ્ફરસ, પ્રોટીન, આયોડિન, કૈરોટીન જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. કેલ્શિયમનું વધારે પ્રમાણ હાડકા મજબૂત કરે છે. એમિનો એસિડના કારણે સ્કીનને એજિંગથી બચાવે છે. તેમાં આયર્ન છે જે શરીરમાં લોહીની ખામી રાખતું નથી. માનસિક તણાવની સ્થિતિમાં રાહત આપે છે. રાગીનો લોટ વજન ઘટાડવામાં અને બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.