લખનૌ-

બાગપત જિલ્લામાં ફરજ બજાવતા અધિકારી ઈંસાર અલીએ પોતાની દાઢી વધારી હતી.પોલીસ ખાતાના નિયમ પ્રમાણે કોઈ પણ ધર્મના વ્યક્તિએ દાઢી વધારતા પહેલા ઉપરી અધિકારીઓની પરવાનગી લેવાની હોય છે.ઈંસાર અલી આવી કોઈ મંજૂરી લીધા વગર દાઢી વધારી રહ્યા હતા.તત્કાલીન એસપીએ પણ તેમને ચેતવણી આપી હતી અને ત્રણ વખત દાઢી કપાવવા માટે કહ્યું હતુ.જાેકે આ પોલીસ અધિકારીએ આ ચેતવણી ગણકારી નહોતી.

હાલના એસપી અભિષેક સિંહે કહ્યું હતુ કે, વારંવાર આદેશ આપ્યા પછી પણ પાલન નહીં કરવા બદલ હવે ઈંસાર અલીને સસ્પેન્ડ કરી દેવાયા છે.પોલીસ ખાતામાં કોઈ પણ વ્યક્તિએ દાઢી રાખતા પહેલા પોલીસ વિભાગની પરવાનગી લેવાની હોય છે પણ ઈંસાર અલી પોલીસ વિભાગના નિયમોની પરવા કરી રહ્યા નહોતા.

બીજી તરફ સસ્પેન્ડ થયેલા ઈંસાર અલીનુ કહેવુ છે કે, આઈજી કાર્યાલયમાં દાઢી રાખવા માટે મંજૂરી માંગતી એપ્લિકેશન કરેલી છે. જાેકે મારી માંગણી પર અત્યાર સુધઈમાં સુનાવણી કરવામાં આવી નથી.