દિલ્હી-

કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં ખેડૂત માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ભાવ ઉત્પાદન-કિંમતથી 20 ટકા વધુ હશે. હાલ સરકારે 16 ફળ-શાકભાજીના ભાવ નક્કી કર્યા છે. આ સિવાય ખાવા-પીવાની 21 ચીજાેના ભાવ નક્કી કરવામાં આવી છે. યોજના 1 નવેમ્બરથી લાગુ થશે અને અત્યારસુધીમાં રાજ્યમાં ઉત્પાદિત તમામ શાકભાજીઓના ભાવ નક્કી કરવામાં આવશે.

આ યોજનાથી 15 એકર સુધીમાં ખેતી કરનારા ખેડૂતોને ફાયદો થશે. રાજ્યમાં એને વેચવા માટે એક હજાર સ્ટોર પણ શરૂ કરવામાં આવશે. કેરળની આ પહેલથી પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવાં રાજ્યોમાં પણ ખેડૂતો આ પ્રકારની યોજનાને લાગુ કરવાની માગ કરવા લાગ્યા છે.

કેરળના મુખ્યમંત્રી પી.વિજયને મંગળવારે કહ્યું હતું કે આ યોજના ખેડૂતોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવશે. શાકભાજીનું આધાર મૂલ્ય એની ઉત્પાદન-કિંમતથી 20 ટકા વધુ હશે. જાે બજારમૂલ્ય એનાથી પણ નીચે જતુ રહે છે તો ખેડૂતો પાસેથી તેમના પાકને આધાર મૂલ્ય પર ખરીદવામાં આવશે. શાકભાજીને ક્વોલિટી અનુસાર વહેંચવામાં આવશે અને આધાર મૂલ્ય એ મુજબ જ નક્કી કરવામાં આવશે. કેરળમાં છેલ્લાં સાડાચાર વર્ષમાં શાકભાજીનું ઉત્પાદન 7 લાખ ટનથી વધીને 14.72 લાખ ટન થઈ ગયું છે.

મહારાષ્ટ્રમાં પણ હવે આવી યોજનાની માગણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ખેડૂતો ગ્રેપ્સ, ટામેટાં, ડુંગળી જેવા પાકોને લઈને ખૂબ જ હેરાન છે. ત્રણ વર્ષ પહેલાં અહીંના ખેડૂતોને ગ્રેપ્સ 10 રૂપિયા કિલોના ભાવે વેચવાની ફરજ પડી હતી. જ્યારે એનો ઉત્પાદનખર્ચ 41 રૂપિયા કિલો સુધી આવી રહ્યો હતો. પંજાબનું કિસાન સંગઠન પણ શાકભાજી અને ફળોનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય જાહેર કરવાની માગ કરી રહ્યું છે.