દાહોદ શહેરી વિસ્તારમાં ભાજપને કોંગ્રેસ કરતાં વધુ મત મળે તો જ કેસરિયો સાર્થક ગણાશે
16, નવેમ્બર 2022

દાહોદ, તા.૧૬

વર્ષોથી દાહોદ નગરપાલિકા માં શાસનની ધૂરા ભાજપ પાસે હોવા છતાં દાહોદ શહેરી વિસ્તારમા કોંગ્રેસ જ બાજી મારી જાય છે. આગામી ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામોની યાદી બહાર પાડતા જ મોટાભાગની રાજકીય પાર્ટીઓમાં ભડકો થતા તેઓના એકતાના દાવાઓ તાર તાર થતા જાેવા મળ્યા છે. પાટલી બદલુઓ ગેલમાં આવતા પાટલી બદલવાની પ્રક્રિયા વેગીલી બની છે તેવા સમયે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના એક મહિલા સભ્ય સહિત ત્રણ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી કેસરિયો કરી લેતા દાહોદ નગરપાલિકામાં હવે કોંગ્રેસની સમ ખાવા પૂરતી એક મહિલા સભ્ય રહી છે ત્યારે તેની તટસ્થતા સામે પણ શંકા સેવાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ જાેઈએ તો વર્ષોથી દાહોદ નગરપાલિકામાં સત્તાની ધૂરા ભાજપના હાથમાં રહી છે ધૂરંધર પ્રમુખો રહ્યા હોવા છતાં છેલ્લા કેટલાય વર્ષોથી દાહોદ શહેરમાં વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ જ ઉપર રહ્યો છે અને ભાજપને કોંગ્રેસ કરતા ઓછા વોટ મળ્યા છે તેનો ઇતિહાસ ગવાહ છે. દાહોદ નગરપાલિકામાં કુલ ૩૬ સદસ્યો પૈકી માત્ર ચાર જ સદસ્યો કોંગ્રેસના છે અને ૩૨ સદસ્યો ભાજપના છે જેથી દાહોદ નગરપાલિકાની શાસનધૂરા પાસે જ રહી છે ત્યારે દાહોદ નગરપાલિકા ના વોર્ડ નંબર ત્રણના ભાજપમાંથી પાટલી બદલી કોંગ્રેસમાં ગયેલા અને કોંગ્રેસના મેન્ડેડ પર ચૂંટણી લડી જીતેલા સદસ્ય કાઈદભાઈ ચુનાવાલા, તથા કોંગી સભ્ય ઈસ્તીયાક સૈયદ તેમજ લક્ષ્મીબેન ભાટ એમ ત્રણેય પાલિકાના સદસ્યો એ ભાજપનો કેસ પહેરી ગઈકાલે કેસરિયો કરી લેતા દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસની સમ ખાવા પૂરતી વોર્ડ નંબર એક માત્ર મહિલા સદસ્ય તસ્લીમબેન નલાવાલા જ રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution