16, જાન્યુઆરી 2021
રાજપીપળા, વડાપ્રધાન મોદી આગામી ૧૭/૦૧/૨૦૨૦ ના રોજ કેવડીયા-વડોદરા રેલવેલાઇનનું ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇ-લોકાર્પણ કરશે, આ પ્રસંગે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.કેવડીયા રેલમાર્ગે જાેડાતા જ પ્રવાસીઓનાં પરીવહનમાં વધુ એક સુવિધાનો ઉમેરો થશે અગાઉ કેવડીયા રોડ તેમજ હવાઇ માર્ગે અને હવે રેલમાર્ગે પણ જાેડાતા પ્રવાસીઓ ઝડપથી કેવડીયા પહોંચી શકશે. આજે કેવડીયા વિશ્વનાં નકશામાં ચમકી રહ્યુ છે અને દુનિયાભરમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. દેશભરનાં પ્રવાસન રસિકોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસન સ્થળો જાેવા અને જાણવાની ઉત્સુકતા જાગી છે. રેલવેસ્ટેશન તથા તેની આસપાસના વિસ્તારમાં દુકાનો, ફેરીયાઓ, કુલી, સફાઇ કામદારો, વાહનચાલકો માટે આવકનો કાયમી સ્ત્રોત ઉભો થાય છેહવે કેવડીયા રેલ યુગમાં પ્રવેશે અને દેશના રેલવે નેટવર્કમાં બી શ્રેણીના રેલવે સ્ટેશન તરીકે તેનું નામ અંકિત થાય એ ઐતિહાસિક ઘડી માટેનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચૂક્યું છે.