દિલ્હી-

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ફરાર ખાલિસ્તાની આતંકવાદી ગુરજીત સિંહ નિજ્જરની દિલ્હી આંતરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. એનઆઇએએ ગુરજીત સિંહની મહારાષ્ટ્ર પૂણેમાં નોંધાયેલા એક કેસમાં ધરપકડ કરી છે. દેશની સુરક્ષા એજન્સીઓ પાછલા ઘણા સમયથી નિજ્જરને શોધી રહી હતી. પરંતુ ગુરજીત સિંહ 2017 માં ફરાર થઈને યૂરોપ જતી રહી હતી અને તે ત્યાં સાઈપ્રસમાં રહેતી હતી.

એનઆઈએ ગુરજીત સિંહને ટ્રાંજિટ રિમાન્ડ પર મુંબઈ લઈ જઈ રહી છે, જ્યાં તેને વિશેષ અદાલત સામે રજૂ કરવામાં આવશે. એનઆઈએના અધિકારીઓએ જણાવ્યું કે, નિજ્જર વિરૂદ્ધ પંજાબમાં આતંકી ઘટનાઓને અંજામ આપવાનું ષડયંત્ર રચવાના આરોપમાં એફઆઈઆઈર નોંધવામાં આવી હતી. સાથે જ ગુરદીપ સિંહ પર 120B , 124A અને 153A હેઠળ કેસ નોંધાવ્યો છે.

એનઆઈએ અનુસાર આરોપી ગુરજીત સિંહ હરપાલ સિંહ અને મોઈન ખાન સાથે સોશિયલ પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય હતા અને ખાલિસ્તાનને અલગ રાજ્ય બનાવવાની માંગને લઈને આતંકી ગતિવિધિઓને અંજામ આપવાનું કાવતરૂ રચી રહ્યાં હતા. તદ્દ ઉપરાંત તેની પણ માહિતી મળી છે કે, આરોપી હરપાલ સિંહ અને મોઈન ખાને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહની હત્યાના મુખ્ય આરોપી જગતાર સિંહ હવારાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. 26 જાન્યુઆરીના દિવસે દેશમાં સુરક્ષા એલર્ટ છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ બધા ભાગેડૂ આતંકવાદીઓને શોધી રહી છે. આ કડીમાં એજન્સીઓએ ખાલિસ્તાની આતંકી ગુરજીત સિંહ નિજ્જરની પણ શોધ હતી