ખેડા-

મહુધા તાલુકાના અલીણા ગામના બસ સ્ટેન્ડ સામે આવેલા યોગીરાજ કોમ્પ્લેકસમાં મંગળવાર મોડી રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં કોમ્પલેક્સમાં આવેલી 11 દુકાનમાં ચોરી થઇ હોવાની બૂમાબૂમ થતા યોગીરાજ કોમ્પલેક્ષમાં વેપારીઓના સવારથી જ ટોળા ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા મહુધા પોલીસ તેમજ LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ દુકાનના તાળા તોડી શટર ખોલી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઘટનામાં કુલ કેટલા મુદ્દામાલની ચોરી થઇ છે, તે સહિતની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ચોરીની ઘટનામાં યોગીરાજ કોમ્પલેક્સમાં આવેલી દુકાન નંબર 1 જય ભવાની કિરાણા સ્ટોર, દુકાન નંબર 2 ઉમિયા હાર્ડવેર, દુકાન નંબર 3 ઉમિયા કિરાણા સ્ટોર, દુકાન નંબર 4 ઓમ ઓટો, દુકાન નંબર 5 જય સિદ્ધિ મહારાજ વાસણ ભંડાર, દુકાન નંબર 6 આઈ શ્રી ખોડીયાર કિરાણા સ્ટોર, દુકાન નંબર 7 હરસિદ્ધિ કિરાણા સ્ટોર, દુકાન નંબર 8 મા શક્તિ કાપડ ભંડાર, દુકાન નંબર 9 રામદેવ પશુ આહાર, દુકાન નંબર 10 ઉમિયા ફુટવેર, દુકાન નંબર 11 રાધે મેડિકલ સ્ટોર આ તમામ દુકાનોના બહારથી શટર તોડીને ચોરી થઇ છે.