ખેરગામ મામલતદારે પોલીસ બોલાવી દંડ ભરી પોતાની ભૂલ સુધારી
22, મે 2021

વલસાડ, આવેદનપત્ર સ્વીકારતી વખતે ખેરગામ મામલતદાર કોવિડ૧૯ ગાઈડલાઈન ભૂલી જઇ માસ્ક પહેરવા વગર આવેદનપત્ર સ્વીકાર્યું હતું સરકારી ગાઈડ લાઈન નું ઉલ્લંઘન થયા ની ભૂલ સમજતા જ તેવો એ માસ્ક ન પહેરવા બદલ નો દંડ ભરી અધિકારીઓ માટે પ્રેરણારૂપ બન્યા હતા

કોવિડ૧૯ ની વૈશ્વિક મહામારી માં લોકો ની સુરક્ષા ને ધ્યાન માં લઇ સરકારે દેશ ના તમામ લોકો ને ફરજિયાત માસ્ક પહેરવા અને સોસીયલ ડિસ્ટન્સ ના પાલન કરવા આદેશ આપ્યા છે પરંતુ કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ પોતા ની સત્તા ના દુરુપયોગ કરી પોતા ની સાથે સાથે તેમની મુલાકાતે આવેલા અરજદારો માટે પણ કોરોના સંક્રમણ નો ખતરો ઉભો કરતા હોય છે પ્રજા પાસે બેફામ દંડ વસુલ કરનાર પોલીસ અધિકારીઓ પદાધિકારીઓ સામે નતમસ્તક બની જતી હોય છે ગત ૧૭-૧૮ તારીખે આવેલ તૌકતે વાવાઝોડા ની તબાહી માં ખેરગામ તાલુકા ના ખેડૂતો ભારે નુકશાની વેઠી હતી કેરી, ચીકુ, સહિત ઉનાળા માં પકતા અન્ય પાકો નો વાવાઝોડા ના વરસાદી પાણી માં સત્યાનાશ થયો હતો. જે બાબતે ખેરગામ કોંગ્રેસ ના આગેવાનો વિચાર મંથન કરી સરકાર પાસે વળતર મેળવવા ખેરગામ મામલતદાર ના માધ્યમ થી મુખ્ય મંત્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું કોંગ્રેસ ના આગેવાનો કોવિડ ૧૯ ગાઈડ લાઈન હેઠળ મામલતદાર નિરીલ મોદી ને ગતરોજ આવેદનપત્ર આપ્યું હતું પરંતુ મામલતદાર નિરીલ મોદી કોરોના ગાઈડ લાઈન ભૂલ્યા હતા અને માસ્ક પહેરવા વગર જ આવેદનપત્ર સ્વીકાર્યું હતું જે તસ્વીર સોસીયલ મીડિયા માં વાઇરલ થતા મામલતદાર સામે લોકો માં તરેહ તરેહ ની ચર્ચાઓ ઉઠવા પામી હતી જે બાબત ની જાણ મામલતદાર ને થતા તેવો એ પોતાની ભૂલ સુધારી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution