વલસાડ

કોરોના મહામારી ના ચક્રવ્યૂહ માં ફાંસાયેલ આખું રાજ્ય ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યું છે તેમાં દક્ષિણ ગુજરાત માં કોરોના એ ઘાતક સ્વરૂપ ધારણ કરતા દરદીઓ ટપો ટપ મરી રહ્યા છે.આવા કપરા સંજાેગો માં નવસારી જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલ વહીવટ કરવા માં નિસફળ ગયા છે એક બે ને બાદ કરતાં ચૂંટાયેલા રાજકીય નેતાઓ ભૂગર્ભ માં ઉતરી ગયા છે નવસારી જિલ્લા માં દરરોજ સૈકડો કોરોના ના દરદીઓ સામે આવી રહ્યા છે નવસારી ની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો કોરોના દરદીઓ થી ઉભરાઈ આવી છે આવા કપરા સમય માં નવસારી નો છેવાળા નો બહુધા આદિવાસી વસ્તી ધરાવતો ખેરગામ તાલુકો નિરાધાર બન્યો છે અહીં સિવિલ હોસ્પિટલ તો છે પરંતુ દરદીઓ ને સેવા આપી શકાય તેવી યોગ્ય સુવિધાઓ નથી રેફરલ પાસે પાંચ ઓક્સિજન સિલિન્ડર હતા તેમાં થી ઉચ્ચ અધિકારીઓ એ બે સિલિન્ડર ચીખલી રેફરલ હોસ્પિટલ ને આપી દેવાયા હતા ઓક્સિજન ના ત્રણ સિલિન્ડર બચ્યા છે.

પરંતુ ઓક્સિજન લાઈન માં લીકેજ છે એક વર્ષ થી રજુવાત કરતા હોવા છતાં લીકેજ રીપેર કરાયું નથી જેને લઈ નવસારી આરોગ્ય વિભાગ ની કામગીરી પર ઘેરા પ્રશ્રો ઉઠી રહ્યા છે. ચૂંટણી સમયે મોટા મોટા ભાષણો આપનાર ધારાસભ્ય અને સાંસદ ખેરગામ તાલુકા ના લોકો બાબતે બિલકુલ બેદરકાર બન્યા છે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકો રામભરોસે થયા છે. ખેરગામ તાલુકા બાબતે વહીવટી તંત્ર ની નિષ્ક્રિયતા અને રાજકીય તંત્ર ની ઉપેક્ષા ને જાેઈ ખેરગામ ના કેટલાક આગેવાનો આગળ આવ્યા છે.

ખેરગામ ની જનતા ને કોરોના ની મહામારી થી બચાવવા રેફરલ હોસ્પિટલ માં ઓક્સિજન ના સિલિન્ડર ની વ્યવસ્થા કરવા માટે પોતે ફાળો આપી અન્ય આગેવાનો પણ પોતા નું યોગદાન આપી મદદ કરે એવી અપીલ કરી રહ્યા છે.જે બાબતે ખેરગામ ના કાર્તિકભાઈ સરપંચ ,તાલુકા પંચાયત પ્રમુખ પતિ પ્રશાંતભાઈ, ખેરગામ ન્યાયસમિતી ના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડા વાલા , બ્રહ્મ સમાજ ના પ્રમુખ અંકુર ભાઈ શુક્લ ,જામનપડા ના આગેવાન અરવિંદ ગરાસિયા ,નવસારી ભાજપ ના જિલ્લા મંત્રી તર્પણાબેન, ગામ ના આગેવાન હર્ષદ ભાઈ પટેલ , ખેરગામ તાલુકા ભાજપ ના માજી મહામંત્રી ભૌતેષ ભાઈ કંસારા અને રિદ્ધિ ઓટો ના માલિક સતીશ ભાઈ પટેલ,ગામ ના આગેવાન મનોજ ભાઈ સોની અને નવસારી જિલ્લા પંચાયત ના નવનિયુક્ત પ્રમુખ ભીખુ ભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા જેમાં થી અનેક આગેવાનો એ મદળ રૂપે નાણાં આપ્યા હતા હાલ માં ૩૭૦૦૦ રૂપિયા ભેગા થયા છે આવનાર બે ત્રણ દિવસો માં આ રકમ લાખો માં ભેગી થશે અને તે રકમ થી સિવિલ માં જરૂરી ઓક્સિજન સિલિન્ડર સહિત ૫૦ બેડનુંઆઈસોલેસન વોર્ડ ઉભું કરવાની તૈયારી કરવા માં આવી રહી છે.